લંડન: બ્રિટનના ડેવોનના રહેવાસી 75 વર્ષીય ડેવ રિચાર્ડ્સને એનએચએસની મદદથી દેશનો પ્રથમ 3D-પ્રિન્ટેડ ચહેરો મળ્યો છે. જુલાઈ 2021માં એક માર્ગ અકસ્માતમાં ડેવ ગંભીર રીતે દાઝી ગયા હતા. હવે તેમને એક એવો પ્રોસ્થેટિક ફેસ મળ્યો છે, જે તેના વાળ, આંખો અને ત્વચાના રંગ સાથે એકદમ મેળ ખાય છે. સર્જનોએ ડેવની ગરદન પર ફ્રી ફ્લેપ સર્જરી કરી, તેના શરીરના બીજા ભાગમાંથી જીવંત પેશીઓનો ઉપયોગ કરીને ચહેરા પર ઈમ્પ્લાન્ટ કર્યો છે.


