બ્રિટનમાં પહેલીવાર નાસ્તિક સરકારી કર્મચારીઓ બહુમતીમાં

હિન્દુ ધર્મ પાળનારા સરકારી કર્મચારીઓની સંખ્યા 7265 અને 1,66,140 કર્મચારી ખ્રિસ્તી

Tuesday 26th November 2024 10:30 EST
 
 

લંડનઃ બ્રિટનમાં પહેલીવાર કોઇપણ ધર્મમાં આસ્થા નહીં ધરાવતા સરકારી કર્મચારીઓ બહુમતીમાં આવી ગયાં છે. કેબિનેટ ઓફિસના આંકડા અનુસાર સરકારી કર્મચારીઓમાં ખ્રિસ્તી કરતાં કોઇપણ ધર્મમાં આસ્થા ન ધરાવનાર કર્મચારીઓની સંખ્યા વધી ગઇ છે.

કેબિનેટ ઓફિસના સરવેમાં 1,68,870 સરકારી કર્મચારીઓએ પોતે કોઇ ધર્મ પાળતા નહીં હોવાનું જણાવ્યું હતું જેની સામે 1,66,140 કર્મચારીઓએ ખ્રિસ્તી ધર્મ પાળતા હોવાનું જણાવ્યું હતું. 2019માં નાસ્તિક સરકારી કર્મચારીઓની સંખ્યા 92,690 હતી જ્યારે 1,25,560 કર્મચારી ખ્રિસ્તી ધર્મ પાળતા હતા.

બ્રિટિશ સરકારી કર્મચારીઓમાં મુસ્લિમ ધર્મ પાળનારાની સંખ્યા 21,660, અન્ય ધર્મીની સંખ્યા 17,575, હિન્દુ કર્મચારીની સંખ્યા 7265, શીખ કર્મચારીની સંખ્યા 4790, બૌદ્ધની સંખ્યા 1645 અને યહૂદીની સંખ્યા 1250 છે.

જોકે 1,53,645 સરકારી કર્મચારીએ તેમના ધર્મ અંગેના સવાલનો જવાબ આપવાનો ઇનકાર કરી દીધી હતો.

1,68,870 કર્મચારી નાસ્તિક

1,66,140 કર્મચારી ખ્રિસ્તી

21,660 કર્મચારી મુસ્લિમ

17,575 કર્મચારી અન્ય ધર્મી

7, 265 કર્મચારી હિન્દુ

4,790 કર્મચારી શીખ

1,645 કર્મચારી બૌદ્ધ

1,250 કર્મચારી યહૂદી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter