બ્રિટનમાં પ્રત્યેક છ બાળકે એક બાળક કોમ્પ્યૂટર ગેમનાં બંધાણ માટે માતા-પિતાનાં નાણાંમાં હાથફેરો કરે છે

Tuesday 05th January 2021 03:42 EST
 
 

લંડનઃ બાળકોને ગેમ રમવા માટે આકર્ષવા ઇનામોની લાલચ આપતી રહેતી વીડિયો ગેમ્સ ખરીદવા બ્રિટનમાં પ્રત્યેક છ બાળકે એક બાળક માતા-પિતાનાં નાણાંમાંથી જ ચોરી કરતું હોય છે. ગેમ્બલિંગ હેલ્થ એલાયન્સ નામના સંગઠને બ્રિટનના કિશોર વયના અને વયસ્ક પ્લેયર્સના કરેલા સર્વેક્ષણ દરમિયાન ધ્યાને આવ્યું છે કે આવી વીડિયો ગેમ ખરીદવા ૧૫ ટકા બાળકોએ તેમના વાલીની જાણ બહાર કે તેમની મંજૂરી વિના જ તેમના નાણાંની ચોરી કરી હતી.
આ અભ્યાસના તારણ અનુસાર, પ્રતિ ૧૦-૧૧ બાળકે એક બાળકે લૂંટ બોસ્કિસ જેવી વીડિયો ગેમ્સ ખરીદ કરવા માટે માતા-પિતાના ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. તો ૯ ટકા બાળકોએ તો નાણાં ઉધાર લીધા હતા અને દેવાદાર બની ગયા હતા. આવા બાળકો કદી ઉધાર લીધેલાં નાણાં પરત નહોતાં કરી શક્યાં.
અભ્યાસમાં ચોંકાવનારી તે હકીકત પણ સામે આવી હતી કે ત્રણ યુવાન ગેમર્સે તો એટલા પ્રમાણમાં દેવું કરીને વીડિયો ગેમ ખરીદી હતી કે તેમના પરિવારને તે દેવું ઉતારવા તેમના પોતાના ઘર મોર્ગેજ કરવાની ફરજ પડી હતી.
ગેમ્બલિંગ હેલ્થ એલાયન્સ નામના સંગઠને સર્વેના અંતે તેથી જ વીડિયો ગેમ્સના સ્વરૂપને જુગારની શ્રેણીમાં મૂકવા ભલામણ કરી છે. તેને પગલે ડિજિટલ પ્રધાન કેરોલિન ડિનેંગેને સપ્ટેમ્બરમાં સમસ્યારૂપ જુગાર (ગેમ્બલિંગ) પ્રવૃત્તિ અંગેના પુરાવા પૂરા પાડવા અપીલ કરવી પડી.
ગેમ્બલિંગ હેલ્થ એલાયન્સ દ્વારા ચિંતા વ્યક્ત થઇ છે કે વીડિયો ગેમ કોઇક શૂટિંગ ગેમ માટે બંદૂક, ડ્રાઇવિંગ ગેમ માટે નવી કાર જેવા આકર્ષક ઇનામો રાખતી હોય છે, પરંતુ પ્લેયરને જીવનજરૂરી કોઇ વસ્તુનું ઇનામ નથી રાખતી કે જેના માટે પ્લેયર નાણાં ખર્ચતા હોય છે.
વર્ષ ૨૦૧૮માં વિશ્વભરમાં લૂંટ બોક્સ વીડિયો ગેમ્સ પાછળ ૩૦ અબજ ડોલર ખર્ચાયા હતા. વર્ષ ૨૦૨૨ સુધીમાં આ આંકડો વધીને ૫૦ અબજ ડોલર સુધી પહોંચી શકે છે. માત્ર બ્રિટનમાં લૂંટર બોક્સ જેવી વીડિયો ગેમ પાછળ વાર્ષિક ૭૫ લાખ પાઉન્ડ ખર્ચ થાય છે.

યુવાનોની આર્થિક સ્થિતિ કથળશે: ચેતવણી

ગેમ્બલિંગ હેલ્થ એલાયન્સના અધ્યક્ષ અને રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થના નાયબ વડા ડંકન સ્ટિફન્સને ક્રિસમસ સમયમાં કિશોરોને ભેટરૂપે પણ આવી વીડિયો ગેમ્સ મળતી હોય છે. વીડિયો ગેમ્સ હજારો લોકોને વાત આનંદ આપે છે તે વાત સાચી પરંતુ લૂંટ બોક્સ જેવી વીડિયો ગેમ્સ યુવાનોની નાણાકીય સ્થિતિઓને કથળાવી દેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter