લંડનઃ ભયજનક દેશો અને આતંકવાદીઓથી પાવર પ્લાન્ટ અને એરપોર્ટ જેવા મહત્વના સ્થળોનું રક્ષણ કરવા સરકાર હોમ ગાર્ડને પુનર્જિવિત કરવા વિચારણા કરી રહી છે. બીજા વિશ્વયુદ્ધના સમયગાળામાં બ્રિટનમાં હોમગાર્ડ દ્વારા સંસ્થાનોની સુરક્ષાની કામગીરી કરાતી હતી.
એક સરકારી સમીક્ષામાં હોમ ગાર્ડની રચનાની ભલામણ કરાઇ છે જેમાં હજારો સ્વયંસેવકોને બ્રિટિશ હિત ધરાવતા મહત્વના સંસ્થાનો ખાતે તહેનાત કરી શકાય. આ માટે નાગરિકોની ભરતી કરાશે અને સમગ્ર દેશમાં સ્થાનિક સ્તરે તેમના કેન્દ્રો હશે.
હોમ ગાર્ડ આર્મી રિઝર્વ કરતાં અલગ સંગઠન રહેશે પરંતુ તેમનું માળખું એકસમાન રહેશે. સમીક્ષામાં ચેતવણી આપવામાં આવી છે કે આધુનિક વિશ્વના ભયસ્થાનો સામે યુકે સુસજ્જ નથી.