બ્રિટનમાં બે દુર્ઘટનામાં 3 ભારતીય વિદ્યાર્થીના ડૂબી જવાથી મોત

સ્કોટલેન્ડના વોટરફોલ અને લેક ડિસ્ટ્રિક્ટમાં દુર્ઘટના સર્જાઇ

Tuesday 14th April 2026 10:50 EDT
 
 

લંડનઃ  બ્રિટનમાં ઉચ્ચ અભ્યાસ અર્થે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. વિતેલા સપ્તાહમાં બનેલી બે અલગ-અલગ ઘટનાઓમાં બે ભારતીય વિદ્યાર્થીઓના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે, જેમાં એક વિદ્યાર્થી મુંબઈનો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રથમ ઘટનામાં, સ્કોટલેન્ડના ડંકેલ્ડ નજીક આવેલા હર્મિટેજ વોટરફોલ પર બે ભારતીય યુવાનો ડૂબી ગયા હતા. મૃતકોની ઓળખ ૨૨ વર્ષીય જીતેન્દ્રનાથ અને ૨૬ વર્ષીય ચિન્મય શેલાર તરીકે થઈ છે. ચિન્મય શેલાર મુંબઈનો વતની હતો અને હાર્ટફોર્ડશાયર યુનિવર્સિટીમાં ડેટા સાયન્સનો અભ્યાસ કરતો હતો. મિત્રો સાથે ફરવા ગયેલા આ બંને યુવાનો પાણીના પ્રચંડ પ્રવાહમાં લપસી જતાં ડૂબી ગયા હતા.

બીજી તરફ, ઉત્તર-પશ્ચિમ ઇંગ્લેન્ડના પ્રખ્યાત પ્રવાસન સ્થળ લેક ડિસ્ટ્રિક્ટમાં પણ આવી જ એક દુર્ઘટનામાં  તળાવમાં નહાવા પડેલો ૨૨ વર્ષીય ભારતીય વિદ્યાર્થી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બચાવ ટુકડીઓ દ્વારા કલાકોની શોધખોળ બાદ તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

લંડન સ્થિત ભારતીય હાઈ કમિશન આ બંને કિસ્સાઓમાં પરિવારો સાથે સતત સંપર્કમાં છે. મૃતદેહોને ભારત પરત મોકલવા માટેની તમામ કાયદાકીય પ્રક્રિયાઓ અને વહીવટી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter