બ્રિટનમાં બેરોજગારી દરમાં ઘટાડો, વેતન વૃદ્ધિ ઝડપી બની

હેલ્થ, સોશિયલ કેર અને હોસ્પિટાલિટી સેક્ટરમાં સૌથી વધુ રોજગાર

Tuesday 13th June 2023 13:26 EDT
 

લંડનઃ ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર માર્ચના અંતે પૂરા થયેલા છેલ્લા 3 મહિનામાં બ્રિટનમાં બેરોજગારીનો દર 3.9 ટકાથી ઘટીને 3.8 ટકા પર આવી ગયો હતો. માર્ચના અંતે પૂરા થયેલા 3 મહિનામાં બેરોજગારીમાં ઘટાડો તો થયો હતો પરંતુ ફુગાવાના કારણે વેતનમાં વધારો જોવા મળ્યો હતો. તે ઉપરાંત નોકરી ન કરનારા લોકો અથવા તો નોકરી ન શોધનારા લોકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જોકે લાંબાગાળાની બીમારીના કારણે જોબમાર્કેટની બહાર રહેલા લોકોની સંખ્યા વિક્રમજનક સ્તર પર પહોંચી છે.

ઓએનએસ ખાતે ઇકોનોમિક સ્ટેટિસ્ટિક્સના ડિરેક્ટર ડેરેન મોર્ગને જણાવ્યું હતું કે, રોકડના સંદર્ભમાં બેઝિક પગારમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. તે ઉપરાંત વેતન વધારાનો દર ફુગાવાના દર કરતાં વધુ રહ્યો છે. કોરોના મહામારી પછી પહેલીવાર રોજગાર મેળવતા લોકોની સંખ્યા મહામારીના પહેલાના સ્તરે પહોંચી ગઇ છે. સૌથી વધુ નોકરીઓ હેલ્થ અને સોશિયલ કેર સેકટરમાં વધી છે. ત્યાર પછી સૌથી વધુ રોજગાર હોસ્પિટાલિટી સેક્ટર આપી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter