કિકવેલના સિંગલ મધર ઉષા પટેલના હત્યારાને આજીવન કેદ

Saturday 23rd July 2016 07:15 EDT
 
 

લંડનઃ ડેટિંગ વેબસાઈટના માધ્યમથી સર્ફિંગ દરમિયાન કોન્ટેક્ટમાં આવેલી ૪૪ વર્ષની ભારતીય સિંગલ મધરની દારૂના નશામાં હત્યા કરવાના કેસમાં એક બ્રિટિશ પુરુષને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
૩૫ વર્ષના માઈલ્સ ડોનેલીએ ૪૪ વર્ષની ઉષા પટેલની હત્યા કરી હોવાનો ગુનો સોમવારે કબુલી લીધો હતો. ઉષા પટેલનો મૃતદેહ ગયા ઓક્ટોબરમાં પૂર્વોત્તર લંડનના કિકવેલ ક્ષેત્રના પોતાના નિવાસસ્થાનેથી મળી આવ્યો હતો.
જજ રેબેકા પૌલેટે ડોનેલીને કહ્યું હતું કે ઉષા પટેલને ગળે ટૂંપો દઈને મારી નાંખવા બદલ ઓછામાં ઓછી ૨૩ વર્ષની સજા થશે અને ત્યાર પછી જ એને પેરોલ મળી શકશે. જજે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે મારા અભિપ્રાય મુજબ આ કેસ એમના માટે આંખ ઉઘાડનાર છે જેઓ મર્યાદિત ઓળખાણ પછી કોઈને મળે છે અને પછી પરિણામ ભોગવે છે. એમ જજે કહ્યું હતું. ઉષા પટેલે આરોપીને પોતાના ફ્લેટમાં બોલાવ્યો હતો. ઉષા એક નવા જ સાથીને મળવા માટે ખૂબ જ ઉત્સાહી દેખાતી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter