બ્રિટનમાં મંદિરોની સુરક્ષા વધારાશે, રૂ. 50 કરોડની ફાળવણી

હિન્દુ મંદિરોમાં સીસીટીવી કેમેરા લગાવાશે

Tuesday 02nd April 2024 13:02 EDT
 
 

લંડનઃ  બ્રિટનમાં ચૂંટણીના થોડાક મહિના પહેલાં જ ભારતવંશી વડાપ્રધાન સુનાકે હિન્દુ મંદિરોની સુરક્ષા વધારવા માટે એક મોટો નિર્ણય કર્યો છે. સુનાક સરકાર બ્રિટિશ હિન્દુઓની માંગણી બાદ મંદિરોની સુરક્ષા વધારવા માટે 50 કરોડ રૂપિયા ફાળવવા માટે તૈયાર થઈ છે. બ્રિટિશ સરકારનાં સૂત્રોએ કહ્યું છે કે ગૃહમંત્રાલય હિન્દુઓનાં ધાર્મિક સ્થળો અને ચર્ચની સુરક્ષા માટે નવી નીતિ બનાવવા માટે કામ કરી રહી છે.

બે વર્ષ પહેલાં બ્રિટિશ સરકારે 300 કરોડ રૂપિયાની ધર્મસ્થળ સુરક્ષા ફન્ડિંગ સ્કીમની જાહેરાત કરી હતી. જે પૈકી મોટા ભાગની રકમ ઇસ્લામિક સંસ્થાઓને મળી જતી હતી. જ્યારે 35 કરોડ રૂપિયા જ બિનમુસ્લિમોને મળતા હતા. જે પૈકી ગુરુદ્વારાને સાત કરોડ અને હિન્દુ મંદિરોને 2.5 કરોડ રૂપિયા જ મળતા હતા. જેને લઈને બ્રિટનમાં હિન્દુ સમુદાયના લોકો નારાજ હતા.
બ્રિટનમાં 400થી વધુ હિન્દુ મંદિરો છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રકમથી હિન્દુ મંદિરોમાં સીસીટીવી કેમેરા લગાવાશે. જેમાં 24 કલાક સુરક્ષા કરી શકાશે. પોલીસને હિન્દુ મંદિરો પર હુમલાના મામલાઓને હાથ ધરવા માટે ટ્રેનિંગ અપાશે. 2022માં બ્રિટનના લેસ્ટરમાં કેટલાક મંદિરોને ટાર્ગેટ બનાવવામાં આવ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter