બ્રિટનમાં માઈગ્રન્ટ્સને કતારમાં ઉભા રહેતા શીખવવાની જરૂર છે

Monday 23rd January 2017 10:30 EST
 
 
લંડનઃ આધુનિક બ્રિટનમાં માઈગ્રન્ટ્સને કતારમાં ઉભા રહેવાનું શીખવવાની જરૂર છે તેમ સરકારના ઈન્ટિગ્રેશન સંબંધિત સલાહકાર ડેમ લુઈ કેસીએ જણાવ્યું છે. તેમણે સાંસદોને જણાવ્યું હતું કે ઘણા માઈગ્રન્ટ્સ કેવી રીતે સારા થવું અને કચરાનો નિકાલ કેમ કરવો તે સહિત બ્રિટિશ જીવનની ‘પાયારૂપ હકીકતો’ સમજવામાં નિષ્ફળ ગયા છે. તેમણે કહ્યું હતું કે માઈગ્રન્ટ્સે બ્રિટિશ સમાજને આપવા કરતા વધુ તો મેળવ્યું છે.ડેમ લુઈ કેસીએ ૧૮ મહિનાની સમીક્ષા પછી ડિસેમ્બરમાં જારી કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે માઈગ્રન્ટ્સ બ્રિટનમાં આવી પહોંચે કે તત્કાળ તેમણે યુકે પ્રતિ નિષ્ઠાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. તાજેતરમાં ઈમિગ્રેશનની અભૂતપૂર્વ ગતિ અને પ્રમાણના લીધે ઘણી કોમ્યુનિટીઓ પર નોંધપાત્ર અસર ઉભી થઈ છે. તેમણે કહ્યું હતું કે ઈસ્ટર્ન યુરોપના માઈગ્રન્ટ ગ્રૂપ સાથેની વાતચીતમાં તેમને જાણ થઈ હતી કે બ્રિટિશ જીવન વિશે તેમને કશું જ કહેવાયું કે શીખવાડાયું નથી.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter