લંડન: બ્રિટને કોરોના વાઇરસની રસી માટે વેક્સિન ટાસ્ક ફોર્સ રચ્યું છે. સરકાર આ માટે ૧૪ મિલિયન પાઉન્ડ ફાળવ્યા છે. બિઝનેસ સેક્રેટરી આલોક શર્માએ આ માહિતી આપતા કહ્યું હતું કે વેક્સિન ટાસ્ટ ફોર્સનો હેતુ કોરોનાની રસીની તાકીદે શોધ, તેનો વિકાસ અને ત્યાર બાદ તેના મોટા પાયે ઉત્પાદન માટે ઉદ્યોગોને તૈયાર કરવાનું રહેશે. સરકારના મુખ્ય વિજ્ઞાન સલાહકાર પૈટ્રિક વેલેન્સના નેતૃત્વમાં નવું વેક્સિન ટાસ્ક ફોર્સ વેપાર ઉદ્યોગ અને શોધ શિક્ષણ ક્ષેત્ર વચ્ચે સહયોગનું કામ કરશે. જોકે શર્માએ કહ્યું કે અમે કોઇ તારીખ જણાવી નહીં શકીએ કે રસી ક્યા સુધી તૈયાર થઇ જશે.