બ્રિટનમાં વિદ્યાર્થી ઘરડો થશે ત્યાં સુધી એજ્યુકેશન લોનની ચૂકવણી કરતો રહેશે

લોન ચૂકવણી માટેની 30 વર્ષની સમયમર્યાદા લંબાવીને 40 વર્ષની કરાઇ

Tuesday 02nd July 2024 13:11 EDT
 

લંડનઃ આ વર્ષથી યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કરનાર દર 7માંથી એકથી વધુ વિદ્યાર્થી 50 વર્ષના થશે ત્યારે પણ તેમની સ્ટુડન્ટ લોનની ચૂકવણી કરતા હશે. આ વર્ષે યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કરનાર વિદ્યાર્થીએ તેમની ટ્યુશન ફી અને મેન્ટેનન્સ લોન 40 વર્ષમાં પરત ચૂકવવાની રહેશે. અગાઉ આ મર્યાદા 30 વર્ષની હતી. ત્યારબાદ જ તેમની બાકી રહેલી લોનની રકમ માફ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના જણાવ્યા અનુસાર ઇંગ્લેન્ડમાં આ વર્ષે યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કરનાર વિદ્યાર્થી 31 વર્ષમાં તેમની લોન પરત ચૂકવી શકશે નહીં. ગયા ઓટમમાં અભ્યાસ શરૂ કરનાર વિદ્યાર્થી સરેરાશ 43,000 પાઉન્ડની લોન લેશે.

લગભગ 65 ટકા વિદ્યાર્થી આ રકમની સંપૂર્ણ ચૂકવણી કરી શકે તેવો અંદાજ છે, જે અગાઉના ફક્ત 27 ટકા કરતાં વધીને આ સ્તર પર આવી શકે છે. લોનની પરત ચૂકવણી શરૂ થાય છે તે ગ્રેજ્યુએટ સેલરીને ફ્રીઝ કકરવામાં આવી છે અને રિપેમેન્ટ ટર્મ 10 વર્ષ માટે લંબાવવામાં આવી છે તેના કારણે આમ થશે. આ યોજના આમ તો કરદાતાઓ પરના આર્થિક બોજાને ઘટાડી શકે છે પરંતુ તેનો અર્થ એ પણ થાય છે કે વિદ્યાર્થી નિવૃત્તિના આરે પહોંચશે ત્યાં સુધી એજ્યુકેશન લોનની પરત ચૂકવણી કરતો રહેશે.

એક એનાલિસિસ પ્રમાણે સરકારે આ વર્ષે એજ્યુકેશન લોન પાછળ 20 બિલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો છે જે રકમ 2028માં 24.6 બિલિયન પાઉન્ડ પર પહોંચે તેવી સંભાવના છે.

1.8 મિલિયન પર 50,000 પાઉન્ડની એજ્યુકેશન લોન ચૂકવવાની બાકી બોલે છે

યુકેમાં 1.8 મિલિયન લોકો પર સ્ટુડન્ટ લોનના માથાદીઠ 50,000 પાઉન્ડ કરતાં વધુ બાકી બોલે છે. 61,000ના માથે એક લાખ પાઉન્ડ કરતાં વધુની સ્ટુડન્ટ લોન બાકી છે જ્યારે 50 લોકોએ હજુ સ્ટુડન્ટ લોના બે લાખ પાઉન્ડની ચૂકવણી કરી નથી. યુકેમાં વિદ્યાર્થી તેની એજ્યુકેશન લોન ચૂકવવાનું શરૂ કરે છે ત્યારે તે ઓછામાં ઓછી 45000 પાઉન્ડ હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter