બ્રિટનમાં સપ્તાહમાં 4 કામના દિવસોનો પ્રયોગ સફળ, કર્મચારીઓની કાર્યક્ષમતામાં સુધારો

ફોર ડે વીકના કારણે પ્રદૂષણ ઘટાડવા અને વીજળીનો ઉપયોગ મર્યાદિત કરવામાં સફળતા

Tuesday 14th March 2023 14:45 EDT
 
 

લંડન

વિશ્વમાં ઘણા દેશો સપ્તાહમાં ચાર દિવસ કામ અને 3 દિવસ આરામની નીતિ અપનાવી રહ્યાં છે. કોરોના મહામારી બાદ આ ટ્રેન્ડ વ્યાપક બનવા લાગ્યો છે. વર્ષ 2022માં બ્રિટનની પણ 70 કંપનીઓએ પ્રાયોગિક ધોરણે કર્મચારીઓને સપ્તાહમાં 4 દિવસ ફરજ પર બોલાવવાની શરૂઆત કરી હતી. 6 મહિનાની ટ્રાયલના પરિણામો દર્શાવે છે કે કર્મચારીઓની કામગીરીમાં 22 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. હવે આ કંપનીઓએ ફોર ડે વર્ક વીકની પરંપરા જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.

એક અભ્યાસ અનુસાર બ્રિટનમાં શરૂ કરાયેલી આ ટ્રાયલના સારા પરિણામ જોવા મળી રહ્યાં છે. 3 દિવસની રજાના કારણે ગ્લોબલ વોર્મિંગની સામેની લડાઇમાં લાભની સાથે સાથે કર્મચારીઓના માનસિક આરોગ્યમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. એક પાયલોટ પ્રોજેક્ટના તારણ અનુસાર સપ્તાહમાં ચાર દિવસ જ કર્મચારીઓને કચેરીઓમાં કામ પર બોલાવવાના કારણે કાર્બન ઉત્સર્જનમાં 20 ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. આ પ્રકારની ટ્રાયલ સ્પેન, બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડ જેવા દેશોમાં પણ હાથ ધરાઇ છે. એક પર્યાવરણ એજન્સીના જણાવ્યા અનુસાર સપ્તાહમાં ફક્ત 4 દિવસ કામગીરીના પહલે પર્યાવરણની જાળવણીમાં મદદ મળી રહેશે.

જો સમગ્ર બ્રિટનમાં આ નીતિનો અમલ કરવામાં આવે તો પ્રદૂષણમાં મોટો ઘટાડો નોંધાઇ શકે છે. તેના કારણે સડકો પર વાહનોની સંખ્યા ઘટાડી શકવાની સાથે સાથે કચેરીઓમાં વીજળીનો ઉપયોગ પણ મર્યાદિત કરી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter