બ્રિટનમાં સ્થાનિક હેલ્થબોર્ડ ચાર વર્ષમાં ભારતની 900 નર્સોની ભરતી કરશે

Tuesday 11th April 2023 14:20 EDT
 
 

લંડન - બ્રિટનના વેલ્સમાં એક સ્થાનિક હેલ્થ બોર્ડે પોેતાના કર્મચારીઓની અછતને પૂર્ણ કરવા માટે આગામી ચાર વર્ષોમાં વિદેશમાંથી લગભગ 900 વિદેશી નર્સોની નિમણૂક કરવાની યોજના બનાવી છે જેમાંથી અનેક નર્સ કેરળમાંથી જશે.

બીબીસીના લોકલ ડેમોક્રેસી રિપોરટિંગ સર્વિસ અનુસાર રાજ્ય દ્વારા અનુદાનિત નેશનલ હેલ્થ સર્વિસ વેલ્સના સ્વાનસી બે યુનિવર્સિટી હેલ્થ બોર્ડને ચાલુ નાણાકીય વર્ષમાં કુલ 350 વિદેશી નર્સ મળશે.  જો કે આ અંગે ચીફ એક્ઝિક્યુટીવ માર્ક હેકેટની મંજૂરી લેવી પડશે.
2023-24માં 350 વિદેશી નર્સની નિમણૂક કરવા પાછળ 47 લાખ પાઉન્ડનો ખર્ચ થશે અને 15 લાખ પાઉન્ડની બચત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter