લંડન - બ્રિટનવાસીઓ ખોરાકની ખરીદી અને બહાર જમવા પાછળ ઓછો ખર્ચ કરી રહ્યાં છે પરંતુ સ્ટ્રિમિંગના સબસ્ક્રિપ્શન પાછળ છૂટા હાથે પૈસા વાપરી રહ્યાં છે. બાર્કલે દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર કાર્ડ દ્વારા કરાતા ખર્ચમાં ગયા માર્ચની સરખામણીમાં ફક્ત 4 ટકાનો વધારો થયો છે. લોકો બહાર જઇને ખર્ચ કરવામાં કાપ મૂકી રહ્યાં છે. જોકે ડિજિટલ કન્ટેન્ચ અને અન્ય સબસ્ક્રિપ્શન મેળવવા પાછળના ખર્ચમાં 4.1 ટકાનો વધારો થયો છે. જે ગયા ઓક્ટોબર પછીનો સૌથી મોટો વધારો છે. ગ્રોસરી પાછળ થતા ખર્ચમાં 7.1 ટકાનો વધારો થયો છે કારણ કે ખાદ્યાન્ન ફુગાવો 18.1 ટકા પર પહોંચી ગયો છે. 90 ટકા ગ્રાહકોનું કહેવું છે કે તેઓ ખાદ્યપદાર્થોની વધી રહેલી કિંમતોથી ઘણા ચિંતિત છે. 60 ટકા લોકોએ તેમની સાપ્તાહિક ખરીદીમાં કાપ મૂકવાના રસ્તા શોધી લીધાં છે. 50 ટકા કહે છે કે અમે લક્ઝરી બાબતો પરના ખર્ચ બંધ કરી દીધાં છે.

