લંડનઃ હિંદ મહાસાગરમાં બ્રિટિશ ઇન્ડિયન ઓશન ટેરિટરીમાં ધરપકડ કરાયેલા તામિલનાડુના 36 માછીમારોને મુક્ત કરી ભારત પરત મોકલી અપાયાં હતાં. 29 સપ્ટેમ્બરે બ્રિટિશ ઇન્ડિયન ઓશન ટેરિટરીથી 230 નોટિકલ માઇલ દૂર આ માછીમારી બ્રિટિશ જહાજ ગ્રેમ્પિયન એન્ડ્યોરન્સ દ્વારા ધરપકડ કરાઇ હતી. તેમની સામે બ્રિટિશ ઇન્ડિયન ઓશન ટેરિટરી ખાતે કેસ ચલાવી 25000 પાઉન્ડનો દંડ ફટકારાયો હતો. તેઓ દંડ ચૂકવવામાં નિષ્ફળ રહેતાં તેમની એક નૌકા જપ્ત કરી બીજી નૌકા સાથે મુક્ત કરાયાં હતાં.

