લંડનઃ પ્રથમ વિશ્વયુદ્ધ અને ત્યારબાદ બ્રિટિશ સેનામાં સેવા આપનારા શીખ સૈનિકોના સન્માનમાં બ્રિટિશ મિલિટરી દ્વારા 1914 શીખ્સ નામના માર્ચિંગ ટ્રુપની રચના કરાઇ છે. ગયા બુધવારે લંડનમાં પ્રારંભિક પરેડમાં ટ્રુપના સભ્યો વર્લ્ડ વોર વન શીખ ઇન્ફન્ટ્રી યુનિફોર્મમાં સજજ થઇને સામેલ થયાં હતાં. તેમણે હાથમાં તે સમયની લી-એનફિલ્ડ રાયફલો પણ રાખી હતી.
માર્ચિંગ ટ્રુપમાં સામેલ તમામ સભ્યો હાલ બ્રિટિશ આર્મીમાં સાર્જન્ટ તરીકે સેવા આપી રહ્યાં છે. તેમણે આ ક્ષણને પ્રેરણાદાયી ગણાવી હતી. બ્રિટિશ આર્મીમાં ધ રોયલ લાન્સર્સ ખાતે લાન્સ કોર્પોરલ તરીકે સેવા આપતા 28 વર્ષીય અવી કૌલે ડણાવ્યું હતું કે, મારા માટે શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવાની ક્ષણ અદ્દભૂત રહી. ટ્રુપના ઉદ્દઘાટન સમારોહમાં ટ્રુપે માર્ચિંગ સ્કીલનું પ્રદર્શન કર્યું હતું.


