લંડનઃ ઈંગ્લેન્ડમાં શેફિલ્ડ ક્રાઉન કોર્ટે બુધવાર 13 ઓક્ટોબરે બ્રિટિશ આર્મીના 28 વર્ષીય પૂર્વ સભ્ય અને શેફ માર્ક બ્રોડહર્સ્ટને આતંકવાદી હેતુસર શસ્ત્રો ધરાવવા બદલ 46 મહિનાની કેદની સજા ફરમાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે બ્રોડહર્સ્ટ અતિ જમણેરી મંતવ્યો ધરાવતા હતા અને વિસ્ફોટકોના કોમ્પોનન્ટ્સનો ઓર્ડર કરતા હતા.
પોલીસે સપ્ટેમ્બર 2024માં બ્રોડહર્સ્ટને કસ્ટડીમાં લીધો ત્યારે તેના ઘરમાં છરાં, ક્રોસબોઝ, બ્લેક પાવડર. દારુગોળો, એર પિસ્તોલ્સ અને હાથબનાવટની તોપ સહિત શસ્ત્રોનો ભારે જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે તેના ઓનલાઈન મેસેજીસમાં અતિ જમણેરી મંતવ્યો અને જમણેરી જૂથોને હાથબનાવટના શસ્ત્રો વેચવાનો ઈરાદો શોધી કાઢ્યાના બે વર્ષ પછી તેના ઘર પર દરોડો પાડવામાં આવ્યો હતો. બ્રિટિશ આર્મીનો પૂર્વ સભ્ય ‘રેસ વોર’ના ભાગરૂપે મસ્જિદો અથવા સિનેોગોગ્સ પર આતંકવાદી હુમલાઓ કરવાની યોજના ધરાવવા બદલ ગયા વર્ષે જેલમાં મોકલાયેલા અન્ેય ત્રણ કેદીઓ સાથે ઓનલાઈન ચેટ ગ્રૂપમાં સંકળાયો હતો.
બ્રોડહર્સ્ટે શસ્ત્રો અને શંકાસ્પદ હાલતમાં વિસ્ફોટકો ધરાવવાનો ગુનો સ્વીકાર્યો હતો, પરંતુ આ આતંકવાદના હેતુસર હોવાનો ઈનકાર કર્યો હતો. જોકે, જજે ચુકાદો આપ્યો હતો કે બ્રોડહર્સ્ટના ગુનાઓ આતંકવાદ સાથે સંબંધિત હતા.


