લંડનઃ બ્રિટિશ આર્મીમાં ભરતી કટોકટી મધ્યે નવા ગુરખા આર્ટિલરી યુનિટની રચના કરવામાં આવી છે. કિંગ્સ ગુરખા આર્ટિલરીમાં 400 ગુરખા જવાનની ભરતી કરાશે. 14 વર્ષમાં પહેલીવાર નવા ગુરખા કેપ બેજની પણ રચના કરાઇ છે.
નેપાળમાંથી ભરતી કરાતા ગુરખાઓને બ્રિટિશ સેનામાં પ્રથમવાર આર્ટિલરીમાં સામેલ કરાયા છે. વેટરન્સ મિનિસ્ટર એલિસ્ટેર કાર્ન્સે જણાવ્યું હતું કે, ગુરખા બ્રિગેડ વિશ્વના સૌથી સક્ષમ સૈનિકોમાં સામેલ છે. કિંગ્સ ગુરખા આર્ટિલરીની રચના તેમની પ્રતિબદ્ધતા અને યોગદાનની ઓળખ છે.
નવેમ્બરમાં તાલીમ પૂરી થયા બાદ તેમને લાર્કહિલ ગેરિસનમાં મોકલી અપાશે જ્યાં તેમને લાઇટ ગન આર્ટિલરી સિસ્ટમથી માંડીને હોવિત્ઝર આર્ટિલરી સિસ્ટમની તાલીમ અપાશે.