બ્રિટિશ ઇતિહાસમાં પહેલીવાર એક હિન્દુ ચર્ચના બિશપોની નિયુક્તિમાં ભાગ લેશે

ચર્ચ ઓફ ઇઁગ્લેન્ડના બિશપોની નિયુક્તિમાં પણ રિશી સુનાકની ભુમિકા રહેશે

Wednesday 09th November 2022 04:54 EST
 
 

લંડન

બ્રિટનના સૌપ્રથમ બિનખ્રિસ્તી વડાપ્રધાન રિશી સુનાક હવે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના બિશપની નિયુક્તિમાં પણ મહત્વની ભુમિકા ભજવશે. રિશી સુનાક બ્રિટનના સૌપ્રથમ હિન્દુ વડાપ્રધાન છે. અમેરિકામાં ચર્ચ અને સરકાર તદ્દન સ્વતંત્ર છે. અમેરિકામાં ચર્ચના બિશપોની પસંદગી ડાયોસિસો દ્વારા કરાય છે જ્યારે બ્રિટનમાં તેનાથી તદ્દન વિપરિત ચર્ચ ઓફ ઇંગ્લન્ડના બિશપની પસંદગી રાજવી અને રાજકારણીઓની સિસ્ટમ દ્વારા કરાય છે. ઇ.સ.1214માં કિંગ જ્હોન ઓફ મેગ્ના દ્વારા શરૂ કરાયેલી આ સિસ્ટમમાં વર્ષ 2013માં સુધારા કરાયા હતા. આ સિસ્ટમ પ્રમાણે રિશી સુનાક બિશપપદના ઉમેદવારોની પસંદગીમાં ખાનગીમાં હસ્તક્ષેપ કરી શકે છે. બિશપની પસંદગીની પ્રક્રિયામાં સુનાકના સ્ટાફ એપોઇન્ટમેન્ટ સેક્રેટરી જોનાથાન હેલવેલ મહત્વની ભુમિકા ભજવશે. બોરિસ જ્હોન્સન દ્વારા નિયુક્ત કરાયેલા હેલવેલ વડાપ્રધાનના ફેઇથ એડવાઇઝર તરીકે સેવાઓ આપતા હતા. હવે તેઓ બિશપની પસંદગી માટે કેન્ટરબરી અને યોર્કના આર્ચબિશપોના સેક્રેટરી સ્ટીફન નોટ સાથે મળીને આ કામ કરશે.

નેશનલ ચર્ચના આગેવાન હોવાના કારણે બિશપ ચર્ચ અને સરકાર દ્વારા હાથ ધરાતી પ્રક્રિયાઓનો હિસ્સો હોય છે. હાઉસ ઓફ લોર્ડ્સમાં 26 બિશપ સભ્ય તરીકે સેવાઓ આપતા હોય છે. જ્યારે પણ કોઇ સ્થાન ખાલી પડે છે ત્યારે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ જાહેર જનતા પાસેથી પ્રાઇમ મિનિસ્ટર અને આર્ચબિશપો માટે સેક્રેટરીઓ નિયુક્ત કરવા ઉમેદવારોના નામ આમંત્રિત કરે છે. ડાયોસિસ દ્વારા જરૂર ઊભી થાય ત્યારે બે સેક્રેટરી આજ પ્રક્રિયાને અનુસરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter