લંડનઃ બ્રિટિશ ઇન્ડિયન એક્ટ્રેસ ઇવા રાય દ્વારા બાફ્ટા પર મૂકાયેલા બે લાખ પાઉન્ડના હેરાનગતિ અને ભેદભાવના દાવાને જજ દ્વારા ફગાવી દેવાયો છે. જજે જણાવ્યું હતું કે, ઇવાએ ખોટી અદાલતમાં દાવો દાખલ કર્યો છે. ઇવાએ આરોપ મૂક્યો હતો કે ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં વૈવિધ્યતાને પ્રોત્સાહન આપતા પ્રોગ્રામમાં ભાગ લેતી વખતે બાફ્ટા દ્વારા તેની સાથે ગેરવર્તન કરાયું હતું. ઇવા લર્નિંગ ડિસએબિલિટિઝ ધરાવે છે. તેનો આરોપ છે કે બાફ્ટાએ તેની જરૂરીયાતોને ધ્યાને લીધી નહોતી જેના કારણે તેને પ્રોગ્રામના લાભ ગુમાવવાનો વારો આવ્યો હતો.


