લંડનઃ વર્ષ 2023ના બ્રિટિશ એકેડેમી બુક પ્રાઇઝ ફોર ગ્લોબલ કલ્ચરલ અંડરસ્ટેન્ડિંગ માટે નોમિનેટ કરાયેલા વિશ્વના 6 લેખકોમાં ભારતીય મૂળના બે લેખકો, યુકે સ્થિત નંદિની દાસ અને અમેરિકા સ્થિત ક્રિસ મંજાપરાનો સમાવેશ કરાયો છે. આ પુરસ્કાર અંતર્ગત 25000 પાઉન્ડનું ઇનામ આપવામાં આવે છે. નંદિની દાસને તેમના પુસ્તક 'Courting India: England, Mughal India and the Origins of Empire' માટે અને કેરેબિયન દેશમાં જન્મેલા મંજપરાને તેમના પુસ્તક for 'Black Ghost of Empire: The Long Death of Slavery and the Failure of Emancipation' માટે નોમિનેટ કરાયાં છે. આ પુરસ્કારનો પ્રારંભ કરાયે 11 વર્ષ વીતી ચૂક્યાં છે. આ પુરસ્કાર માટે કોઇપણ દેશના કોઇપણ ભાષના લેખક નોમિનેટ થઇ શકે છે, શરત છે કે તેમનું લેખનકાર્ય અંગ્રેજીમાં ઉપલબ્ધ હોવું જોઇએ અને તેનું પ્રકાશન યુકેમાં થયું હોવું જોઇએ.

