બ્રિટિશ એરવેઝ દ્વારા ઈસ્ટર ફ્લાઈટ્સમાં કાપ

ઈસ્ટરની રજાઓમાં પ્રવાસીઓને હાલાકી

Tuesday 28th March 2023 15:07 EDT
 

લંડનઃ ઈસ્ટરની રજાઓ દરમિયાન લંડન હીથ્રો એરપોર્ટના કર્મચારીઓની હડતાળના કારણે બ્રિટિશ એરવેઝે તેના ફ્લાઈટ શિડ્યુલ્સમાં ઘટાડો કર્યો છે. વેતન મુદ્દે વર્કર્સ સાથેનો વિવાદ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટને મુશ્કેલીમાં મૂકી દેશે.

IAG (ICAG.L)ની માલિકીના બ્રિટિશ એરવેઝે નિવેદનમાં જણાવ્યું હતું કે કર્મચારીઓની સૂચિત હડતાળના કારણે હીથ્રો દ્વારા અમારા પેસેન્જરો ઘટાડવા કરાયેલા સૂચનથી અમારે નિયત સમયપત્રકમાં થોડો ફેરફાર કરવો પડ્યો છે. બ્રિટિશ એરવેઝે પેસેન્જર્સની માફી માગી અન્ય વિકલ્પો સૂચવ્યા હતા. બીબીસીના રિપોર્ટ અનુસાર હીથ્રોના 1400થી વધુ સિક્યોરિટી ગાર્ડ્સ 10 દિવસની હડતાળ પાડવાના છે ત્યારે એરલાઈન ઈસ્ટર હોલીડેઝની શરૂઆતે માર્ચ 31થી હીથ્રો એરપોર્ટથી જતી અને આવતી 32 ફ્લાઈટ્સ રદ કરવા વિચારે છે .

હીથ્રો એરપોર્ટમાં પ્રવેશતા કાર્ગોના ચેકિંગ માટે જવાબદાર વર્કર્સનું પ્રતિનિધિત્વ કરતા યુનિયન યુનાઈટ દ્વારા માર્ચની શરૂઆતથી જ હડતાળની યોજના જાહેર કરી દેવાઈ હતી. યુનિયને ચેતવણી આપી હતી કે ઈસ્ટરમાં હીથ્રોનો ઉપયોગ કરતી ફ્લાઈટ્સને ભારે વિલંબ અને ખલેલનો સામનો કરવો પડી શકે છે.

હીથ્રો એરપોર્ટના જણાવ્યા મુજબ તેઓ ખલેલને નિવારવા 1000થી વધુ કર્મચારી ગોઠવશે આમ છતાં, સિક્યોરિટી ચેકિંગમાંથી પસાર થવામાં થોડો વિલંબ થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter