બ્રિટિશ એરવેઝ ફ્લાઈટ્સમાં ભોજનકાપ

Tuesday 16th August 2016 10:18 EDT
 

લંડનઃ બ્રિટિશ એરવેઝની લાંબા અંતરની ફ્લાઈટ્સના ઈકોનોમી ક્લાસના પેસેન્જર્સને ભૂખ્યાં રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. એરલાઈને જણાવ્યું છે કે તેઓ સાડા આઠ કલાકથી ઓછાં સમયની ફ્લાઈટ્સમાં બે ભોજન આપશે નહિ. પ્રીમિયન ઈકોનોમી ક્લાસમાં ઉડ્ડયન કરતા પેસેન્જર્સને પણ સાત કલાકથી ઓછાં સમયની ફ્લાઈટ્સમાં ભોજનકાપ સહન કરવો પડે તેવી સંભાવના છે.

બ્રિટિશ એરવેઝ દ્વારા ભોજનનો ચાર્જ લેવાશે તેવાં અહેવાલો વચ્ચે ગયા મહિને લેન્ડિંગ અગાઉ સ્નેક્સ અને ભોજન સહિતનું ઘટાડેલું મેનુ દાખલ કરાયું હતું. હવે પેસેન્જરોએ ફ્લાઈટ દરમિયાન માત્ર નાસ્તાથી જ ચલાવી લેવું પડશે. જોકે, અન્ય બજેટ એરલાઈન્સથી વિપરીત પ્રવાસીએ સ્નેક્સ માટે ચાર્જ આપવાનો રહેશે નહિ તેમ બ્રિટિશ એરવેઝના પ્રવક્તાએ જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter