બ્રિટિશ એરવેઝની સિસ્ટમ ખોરવાતાં સમગ્ર વિશ્વમાં પ્રવાસીઓ રઝળી પડ્યાં

બ્રિટનના એરપોર્ટો પર લગેજના ઢગલા સર્જાતા પ્રવાસીઓ પરેશાન

Wednesday 21st December 2022 06:10 EST
 
 

લંડન

બ્રિટિશ એરવેઝની સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતાં સમગ્ર વિશ્વમાં એરલાઇન્સના પ્રવાસીઓ રઝળી પડ્યાં હતાં. ટેકનિકલ ખામીના કારણે બ્રિટિશ એરવેઝને મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી હતી અને સંખ્યાબંધ ફ્લાઇટની ઉડાનમાં વિલંબ થતાં હજારો પ્રવાસીઓ અને તેમના લગેજ રઝળી પડ્યાં હતાં. સોમવારે રાત્રે અમેરિકા, કેરેબિયન દેશોમાંથી લંડન, હિથ્રો અને ગેટવિક ખાતે આવતી ફ્લાઇટો રદ થતાં એક્ટ્રેસ એલિઝાબેથ હર્લે સહિત ક્રિસમસની ઉજવણી માટે વતનમાં આવી રહેલા હજારો પ્રવાસીઓ ખોરાક, પાણી અને હોટેલ સ્ટે વિના એરપોર્ટ પર જ અટવાઇ પડ્યાં હતાં. હિથ્રો પરથી રવાના થનારી બ્રિટિશ એરવેઝની 15 ફ્લાઇટ રદ કરાઇ હતી. બ્રિટન આવતી ફલાઇટો રદ થતાં યુરોપ, અમેરિકા અને એશિયામાં સેંકડો પરિવારો એરપોર્ટમાં જ કેદ થઇ ગયાં હતાં. હિથ્રો ખાતે આવેલા પ્રવાસીઓને તેમના લગેજ મેળવવામાં પણ કલાકો રાહ જોવી પડી હતી. જેના કારણે પ્રવાસીઓએ ટ્વિટર પર આકરો રોષ વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter