બ્રિટિશ એરસ્પેસને સુરક્ષિત રાખવા ટાયફૂન વિમાનો 24 કલાક ખડેપગે – સુનાક

અમેરિકા અને કેનેડામાં 4 યુએફઓ તોડી પડાયા બાદ બ્રિટન હાઇએલર્ટ પર

Tuesday 14th February 2023 15:01 EST
 
 

લંડન

વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે રોયલ એરફોર્સના ટાયફૂન જેટ વિમાનો કોઇપણ પ્રકારના અજાણ્યા ઉડતા પદાર્થ (યુએફઓ)ને દેખાય તે જ ક્ષણે તોડી પાડવા સજ્જ છે. અમેરિકા અને કેનેડામાં એક ચીની બલૂન સહિત ચાર યુએફઓ તોડી પાડવાની ઘટનાઓ બાદ વડાપ્રધાને જણાવ્યું છે કે દેશની સુરક્ષા માટે અમે ગમે તે પગલાં લેવા તૈયાર છીએ.

ચીનના જાસૂસી વિમાનોએ યુકેની હવાઇસીમામાં પણ ઉડાન ભરી હોવાની સંભાવનાઓ મધ્યે ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસે શંકાસ્પડ ઉડતા પદાર્શોની સમીક્ષા હાથ ધરી છે. શું આ પ્રકારના જાસૂસી ડિવાઇસે બ્રિટિશ એરસ્પેસમાં ઉડાન ભરી છે કે કેમ તે અંગેના સવાલના જવાબમાં રિશી સુનાકે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાના મામલાઓમાં હું વધુ વિગતવાર ટિપ્પણી કરી શક્તો નથી. પરંતુ બ્રિટિશ ફાઇટર જેટ વિમાનો 24 કલાક ચાંપતી નજર રાખી રહ્યાં છે. કોઇપણ પ્રકારના અજાણ્યા ડિવાઇસે તે જ ક્ષણે તોડી પડાશે. હું જનતાને એટલું આશ્વાસન આપવા માગુ છું કે દેશને સુરક્ષિત રાખવા માટે અમે તમામ પ્રકારના પગલાં ભરવા તૈયાર છીએ.

સુનાકે જણાવ્યું હતું કે, અમે ક્વીક રિએક્શન એલર્ટ ફોર્સને તૈયાર રાખ્યું છે જેમાં ટાયફૂન ફાઇટર જેટનો પણ સમાવેશ થાય છે. તેઓ આપણી એરસ્પેસ પર 24 કલાક નજર રાખી રહ્યાં છે. અમે આપણા સહયોગી દેશો સાથે પણ સતત સંપર્કમાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter