લંડનઃ બ્રિટિશ એશિયન ટ્રસ્ટ દ્વારા લંડનની ગ્રોસવેનોર મેરિયટ હોટેલ ખાતે આયોજિત વાર્ષિક ઇફતાર પાર્ટીમાં લંડનના મેયર સાદિક ખાન, મિનિસ્ટર લોર્ડ તારિક એહમદ, બેરોનેસ સઇદા વારસી, યુકે ખાતે પાકિસ્તાનના હાઇ કમિશ્નર ડો. મોહમ્મદ ફૈસલ સહિત ગણમાન્ય વ્યક્તિઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ટ્રસ્ટ દ્વારા ચાલતા માનસિક આરોગ્ય માટેના કાર્યક્રમો માટે 2,50,000 પાઉન્ડનું દાન એકત્ર થયું હતું. આ પ્રસંગે સાદિક ખાને જણાવ્યું હતું કે, રમઝાન સખાવતનો મહિનો છે. આ વર્ષે બ્રિટિશ એશિયન ટ્રસ્ટ દ્વારા માનસિક આરોગ્ય માટે સમર્થન હાંસલ કરવા અદ્દભૂત ઇફતાર ઇવેન્ટનું આયોજન કરાયું છે.