નવી દિલ્હીઃ ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ દ્વારા ગયા સપ્તાહમાં સ્ટડી યુકે એલ્યુમ્ની એવોર્ડ્સ 2026 એનાયત કરાયા હતા. એવોર્ડ મેળવનારામાં મેડિકલ ડાયલોગ્સના સ્થાપક અને એડિટર ઇન ચીફ મેઘના સિંઘાનિયા, કોમ્સક્રેડિબલના સ્થાપક અમન ઢાલ, કોહોર્ટ એન્ડ ધ ગ્રોથ કલેક્ટિવના સ્થાપક પવનકુમાર શ્રીરામ અને સિરિલ અમરચંદ મંગલદાસના ભાગીદાર રિચા રોયનો સમાવેશ થતો હતો.


