લંડનઃ લેસ્ટરમાં બ્રિટિશ ગેસના એક કર્મચારીને ગેરકાયદેસર રીતે કસ્ટમર ડેટા હાંસલ કરી બ્રોકરોને વેચી દેવા માટે દોષી ઠેરવાયો છે. 37 વર્ષીય ચિંતન પૈદા પર 45000 પાઉન્ડનો ડેટા વેચી દેવાનો આરોપ મૂકાયો હતો. લેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ચિંતને તેના પર મૂકાયેલા આરોપ કબૂલી લીધા હતા. મેજિસ્ટ્રેટ કોર્ટને 12 મહિના કેદ સુધીની સજા આપવાની સત્તા હોવાના કારણે ચિંતનના કેસને ક્રાઉન કોર્ટમાં મોકલી આપવાનો નિર્ણય લેવાયો છે જેથી તેને વધુ આકરી સજા કરી શકાય.