લંડનઃ બ્રિટનના સૌથી મોટા એનર્જી સપ્લાયર બ્રિટિશ ગેસ દ્વારા લંડનમાં કંપનીના કેટલાંક યુનિફોર્મ્સ ચોરાયા બાદ કંપનીના સ્ટાફ હોવાનો દેખાવ કરીને ગ્રાહકોને ત્યાં આવતા મુલાકાતીઓથી સાવચેત રહેવાની તાકીદ કરી હતી.
બ્રિટિશ ગેસમાંથી આવતા હોવાનું કહેનાર કોઈપણ વ્યક્તિની ઓળખની ચકાસણી કરવા કંપનીએ લોકોને અનુરોધ કર્યો હતો. કંપનીએ ટ્વીટમાં એમ પણ જણાવ્યું હતું કે તે કંપનીનો જ કર્મચારી છે તે બાબતે આપ ચોક્કસ ન હોવ તો તેને તમારા ઘરમાં પ્રવેશ આપશો નહિ. પોલીસે પણ લોકોને સાવચેત રહેવા અને કંપનીના સ્ટાફ તરીકે ઓળખ આપનારનું આઈડી તપાસવા જણાવ્યું હતું.