બ્રિટિશ ચેસ ચેમ્પિયનશિપઃ બોધાના અને શ્રેયસે ઇતિહાસ રચ્યો

મહિલા કેટેગરીમાં બોધાના સિવાનંદન અને ઓપન કેટેગરીમાં શ્રેયસ રોયલ ચેમ્પિયન

Tuesday 11th August 2026 10:55 EDT
 
 

લંડનઃ કોવેન્ટ્રી ખાતે આયોજિત બ્રિટિશ ચેસ ચેમ્પિયનશિપ 2026માં ભારતીય મૂળના બે યુવા ખેલાડીએ ડંકો વગાડ્યો છે. 11 વર્ષીય ચેસ ખેલાડી બોધાના સિવાનંદન અને શ્રેયસ રોયલે અનુક્રમે મહિલા અને ઓપન કેટેગરીમાં ટાઇટલ જીતી નવો ઇતિહાસ રચ્યો છે. આ સાથે બોધાના મહિલા કેટેગરીમાં ખિતાબ જીતનારી સૌથી યુવા ખેલાડી બની છે. રવિવારે કોવેન્ટ્રીમાં સંપન્ન થયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં બોધાનાએ આયર્લેન્ડની 14 વર્ષીય ત્રિશા કન્યામરલાને રોમાંચક રેપિડ ચેસ પ્લે ઓફમાં પરાજિત કરી હતી.

ઓપન કેટેગરીમાં 17 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર શ્રેયસ રોયલે અનુભવી ગ્રાન્ડમાસ્ટર્સને પાછળ છોડીને નવ રાઉન્ડ બાદ અડધા પોઇન્ટની સરસાઇ સાથે ઓપન બ્રિટિશ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે.

ઇંગ્લિશ ચેસ ફેડરેશનના કૉમેન્ટ્રેટર અને ગ્રાન્ડમાસ્ટર ડેની ગોર્માલીએ બોધાનાને પેઢીમાં એક વાર જોવા મળતી વિલક્ષણ પ્રતિભા ગણાવી હતી. ભૂતપૂર્વ હોમ સેક્રેટરી સાજિદ જાવિદે પણ શ્રેયસની સિદ્ધિને બિરદાવીને બ્રિટન માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter