લંડનઃ ઘરમાં રહેતા લોકોની વાતચીત સાંભળવા અને તેમના ફોટોગ્રાફ્સ લેવા માટે બ્રિટિશ જાસૂસી એજન્સીએ CIAસાથે મળીને ટેલિવિઝન, ટેબ્લેટ અને ફોનને હેક કર્યા હોવાનો વિકિલિક્સે મેળવેલા અને લીક થયેલા દસ્તાવેજોમાં સંકેત છે. CIA દ્વારા તેના એજન્ટ્સને ઘરેલૂ ઉપકરણોને નિયંત્રણમાં લઈ શકાય તે માટે કોમ્પ્યુટર હેકિંગ પ્રોગ્રામની સમજ આપતા દર્શાવાયા હતા.
એવો પણ દાવો કરાયો હતો કે M15 એ એવું નકલી Off-Mode બનાવ્યું હતું જેનાથી જે તે વસ્તુના માલિક માને કે ટીવી કે ફોન બંધ છે પરંતુ, હકીકતે તો તે ચાલુ જ હોય અને તેમાંના માઈક્રોફોન દ્વારા તેમની વાતચીત સાંભળી શકાતી હોય.

