બ્રિટિશ નાગરિક અજિત મેનનની ભારતમાં રૂ. 400 કરોડની છેતરપિંડીના કેસમાં ધરપકડ

Tuesday 16th April 2024 10:48 EDT
 

લંડનઃ ભારતમાં મુંબઇ પોલીસની આર્થિક અપરાધ શાખાએ 9 એપ્રિલના રોડ કોચી એરપોર્ટ પરથી બ્રિટિશ નાગરિક અજિત મેનનની 400 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી હતી. કોક્સ એન્ડ કિંગ્સની પેટા કંપનીના એમડી એવા અજિત મેનન સામે 2021માં યસ બેન્ક દ્વારા કેસ દાખલ કરાયા બાદ લૂક આઉટ સર્ક્યુલર જારી કરાયો હતો. મેનનને મુંબઇની કોર્ટે 15 એપ્રિલ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter