બ્રિટિશ નાગરિક સુમિત ચઢ્ઢા સામે ભારતમાં બિનજામીનપાત્ર વોરંટ જારી

Wednesday 03rd January 2024 08:42 EST
 

લંડનઃ દિલ્હી સ્થિત રાઉસ એવન્યૂ કોર્ટે યુકેના નાગરિક સુમિત ચઢ્ઢા સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. ચઢ્ઢાને ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા વિવાદાસ્પદ શસ્ત્ર સોદાગર સંજય ભંડારીના મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે.

ચઢ્ઢા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરતાં સ્પેશિયલ જજ નીલોફર આબિદા પરવીને જણાવ્યું હતું કે, ઇડીની વિનંતી અને ઓક્ટોબરમાં રજૂ કરાયેલા રિપોર્ટના આધારે એમ કહી શકાય કે સુમિત ચઢ્ઢાને સામાન્ય પ્રક્રિયા દ્વારા કોર્ટમાં હાજર કરી શકાશે નહીં.

ઇડીનો આરોપ છે કે સંજય ભંડારીએ સી સી થમ્પી અને ચઢ્ઢાની મદદથી યુએઇ અને યુકે સ્થિત વ્યક્તિઓ સાથે મળીને સંખ્યાબંધ કંપનીઓ ઊભી કરી જેથી ભારતની બહાર સંપત્તિઓની ખરીદી કરી શકાય. આ પહેલાં ચઢ્ઢાને સમન્સ જારી કરાયા હતા પરંતુ તેનો તેમણે કોઇ જવાબ આપ્યો નહોતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter