બ્રિટિશ પત્રકારની જાસુસી માટે ભારતીય હેકર્સનો ઉપયોગ

Monday 27th March 2017 12:33 EDT
 
 

લંડનઃ સ્કોટલેન્ડ યાર્ડ બ્રિટિશ પત્રકારો, પર્યાવરણવાદીઓ અને આંદોલનકારીઓના ઈમેઈલ્સની જાસૂસી કરવા માટે ભારતીય હેકર્સનો ઉપયોગ કરતી હોવાનો ઘટસ્ફોટ એક નનામા પત્રમાં કરાયો હતો.. છેલ્લા કેટલાક વર્ષોથી પાસવર્ડ લેવા અને ટાર્ગેટ પર નજર રાખવા મેટ્રોપોલિટન પોલીસની એક ગુપ્ત શાખા ભારતીય પોલીસ પાસેથી મદદ લઈ રહી હોવાનો આક્ષેપ એક વ્હીસલ બ્લોઅરના પત્રમાં કરવામાં આવ્યો હતો.

ગ્રીન પાર્ટીના પૂર્વ નેતા બેરોનેસ જેની જોન્સને મોકલાયેલા પત્રમાં ગ્રીનપીસના ચાર આંદોલનકર્તાના ઈમેઈલ એકાઉન્ટ માટે પાસવર્ડ ધરાવતો પત્ર મળતાં બ્રિટનની ઈન્ડિપેડન્ટ પોલીસ કમ્પલેઈન્ટ કમિશને તપાસ શરૂ કરી હતી. છેલ્લા કેટલાય વર્ષોથી આ એકમ ગ્રીનપીસના કાર્યકર્તાઓ, પત્રકારો અને ફોટોગ્રાફરોની વિગતો મેળવવા ગેરકાયદે તેમના ઈ-મેઈલ એકાઉન્ટ હેક કરે છે.

ભારતમાં તેમનો સમકક્ષ સાથે સંબંધો બાંધ્યા પછી એક પોલીસ અધિકારીના સંપર્કના કારણે આ બાબત શક્ય બની હતી. બદલામાં એ ભારતીય અધિકારી ઈમેઈલ પાસવર્ડ મેળવવા હેકર્સનો ઉપયોગ કરતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter