બ્રિટિશ પાસપોર્ટની અરજી ફીમાં 8 ટકાનો વધારો કરાશે

વિવિધ કેટેગરીમાં હવે વધુ નાણા ચૂકવવા પડશે

Tuesday 24th March 2026 11:52 EDT
 

લંડનઃ સરકારે જણાવ્યું છે કે ઓનલાઇન પાસપોર્ટ અરજી માટેની ફી વધારીને 100 પાઉન્ડ કરાશે. નવા પ્રસ્તાવ અંતર્ગત યુકેમાં પુખ્તો માટે પાસપોર્ટ અરજીની ફી 94.50 પાઉન્ડથી વધારીને 102 પાઉન્ડ અને બાળકો માટે પાસપોર્ટ અરજીની ફી 61.50 પાઉન્ડથી વધારીને 66.50 પાઉન્ડ કરાશે.

હોમ ઓફિસે જણાવ્યું છે કે ફીમાં 8 ટકાનો વધારો કરવાથી સિસ્ટમનો ઉપયોગ કરનારા પાસેથી ખર્ચ વસૂલી શકાશે અને કરદાતાઓ પરના બોજામાં ઘટાડો થશે.

તેવી જ રીતે પોસ્ટ દ્વારા અરજી કરનાર પુખ્તો માટેની ફી 107 પાઉન્ડથી વધારીને 115.50 પાઉન્ડ અને બાળકો માટે 74 પાઉન્ડથી વધારીને 80 પાઉન્ડ કરાશે. વન ડે પ્રિમિયમ સર્વિસની ફી 222 પાઉન્ડથી વધારીને 239.50 કરાશે.

ઓવરસીઝ એપ્લિકેશન માટે ઓનલાઇન અરજીની ફી પુખ્તો માટે 108 પાઉન્ડથી વધારીને 116.50 પાઉન્ડ અને બાળકો માટે 70 પાઉન્ડથી વધારીને 75.50 પાઉન્ડ કરાશે. વિદેશમાંથી દસ્તાવેજ જમા કરાવનાર પુખ્ત અરજકર્તાએ 120.50 પાઉન્ડને સ્થાને 130 પાઉન્ડ અને બાળકોએ 82.50 પાઉન્ડને સ્થાને 89 પાઉન્ડ ચૂકવવા પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter