બ્રિટિશ ફેશન કાઉન્સિલના ચેરપર્સન તરીકે પવિતા કપૂરની નિમણૂક

Tuesday 15th September 2026 10:00 EDT
 
 

લંડનઃ બ્રિટિશ ફેશન કાઉન્સિલે પવિતા કપૂરને તેના નવા ચેરપર્સન તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 1 ઓક્ટોબર, 2026 થી આ પદ સંભાળશે. પવિતા કપૂર ડેવિડ પેમસેલનું સ્થાન લેશે જેમણે ગયા મહિને કાઉન્સિલ અને તેના બોર્ડમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

કપૂર પાસે કોર્પોરેટ ક્ષેત્રનો બહોળો અનુભવ છે. તેમણે અગાઉ લોયડ્સ બેન્કિંગ ગ્રુપ અને ક્રિસ્ટિઝમાં વરિષ્ઠ એક્ઝિક્યુટિવ હોદ્દા સંભાળ્યા છે. આ ઉપરાંત, તેઓ ધ ઓલ્ડ વિક અને ધ કિંગ્સ ટ્રસ્ટના બોર્ડમાં પણ સેવા આપી રહ્યા છે.

પોતાની નિમણૂક અંગે કપૂરે જણાવ્યું હતું કે, બીએફસીનું નેતૃત્વ કરવું એ તેમના માટે ગૌરવની વાત છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય યુકેના આર્થિક વિકાસમાં ફેશન ક્ષેત્રના યોગદાનને પ્રોત્સાહન આપવાનો અને બ્રિટિશ ડિઝાઇનર્સ તથા ઉદ્યોગસાહસિકો વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તેવું વાતાવરણ પૂરું પાડવાનો રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter