લંડનઃ બ્રિટિશ ભારતીય કલાકાર, લેખક અને ક્યુરેટર સ્વ. બલરાજ ખન્નાના નિધનના બે વર્ષ કરતાં વધુ સમય બાદ બર્મિંગહામ ખાતે તેમની કલાકૃતિઓનું પ્રદર્શન યોજી સન્માનિત કરાશે. બર્મિંગહામ સ્થિત આઇકોન ગેલેરીખાતે યોજાનારા ‘લાઇન્સ ઓફ ફ્લાઇટ’ શીર્ષક હેઠળના આ પ્રદર્શનમાં ખન્નાની છ દાયકાની કારકિર્દી દરમિયાન તૈયાર કરાયેલા 40થી વધુ ચિત્રો પેઇન્ટિંગ્સ પ્રદર્શિત કરવામાં આવશે, જે ફેબ્રુઆરી 2027 સુધી દર્શકો માટે ખુલ્લું રહેશે.


