બ્રિટિશ ભારતીય ટોની ધિલ્લોનને કેન્સરની વેક્સિનની ટ્રાયલનું સુકાન સોંપાયું

વેક્સિન સફળ થતાં બોવેલ કેન્સરના દર્દીઓને સર્જરીમાંથી મુક્તિ મળશે

Tuesday 06th February 2024 11:10 EST
 
 

લંડનઃ વિશ્વભરના દર્દીઓમાં પ્રારંભિક બોવેલ કેન્સરની સારવાર માટેની વેક્સિનની ટ્રાયલનું સુકાન ભારતીય મૂળના બ્રિટિશ ડોક્ટરને સોંપાયું છે. યુકે અને ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો અને ડોક્ટરો સાથે મળીને આ વેક્સિનની ટ્રાયલ કરી રહ્યાં છે. રોયલ સરે એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટ ખાતે કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડોય ટોની ધિલ્લોને આ ટ્રાયલનો પ્રસ્તાવ મૂક્યો છે. તેઓ વેક્સિન વિકસાવવા માટે છેલ્લા 4 વર્ષથી ઓસ્ટ્રેલિયાના પ્રોફેસર ટીમ પ્રાઇસ સાથે મળીને કામ કરી રહ્યાં છે.

આ વેક્સિનની ટ્રાયલ કેન્સર રિસર્ટ યુકે સાઉથમ્પટન ક્લિનિકલ ટ્રાયલ યુનિટ ખાતે યોજાશે. આ કાર્યમાં રોયલ સરે એનએચએસ ટ્રસ્ટ અને ઓસ્ટ્રેલિયાના એડિલેડ સ્થિત ક્વીન એલિઝાબેથ હોસ્પિટલ સહયોગ આપી રહ્યાં છે.

ડો. ધિલ્લોને જણાવ્યું હતું કે, ગેસ્ટ્રોઇન્સ્ટેન્સ્ટિનિયલ કેન્સરમાં સારવાર માટેની આ પહેલી વેક્સિન છે. અમે આશા રાખીએ છીએ કે વેક્સિનની ટ્રાયલમાં અમને સફળતા મળે. અમે માનીએ છીએ કે આ વેક્સિન તૈયાર થયા બાદ ઘણા દર્દીઓને કેન્સરમાંથી સંપુર્ણ સાજાપણું મળી જશે. આ એક મોટી સફળતા છે. આ વેક્સિન કેન્સર સામે લડવા માટે ઇમ્યુન સિસ્ટમને તૈયાર કરે છે. આ વેક્સિન જીવન બદલી નાખશે. દર્દીઓને કેન્સરની સર્જરી પણ કરાવવી પડશે નહીં. તેમને ફક્ત વેક્સિન લેવાની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter