બ્રિટિશ ભારતીય સ્મિતા ઢાકે રેલ સ્ટાફ એવોર્ડથી સન્માનિત

Tuesday 19th December 2023 12:18 EST
 
 

લંડનઃ મૂળ મહારાષ્ટ્રના એવા બ્રિટિશ ભારતીય ડેટા સાયન્ટિસ્ટને યુકેના રેલ સ્ટાફ એવોર્ડ 2023ની ન્યૂ કમર ઓફ ધ યર કેટેગરીમાં સન્માનિત કરાયા છે. મોબિલિટી જાયન્ટ ઓલસ્ટોમ ખાતે પ્રથમ અને એકમાત્ર ડેટા સાયન્ટિસ્ટ તરીકે ફરજ બજાવતા સ્મિતા ઠાકેનો જન્મ મહારાષ્ટ્રના જલગાંવમાં થયો હતો. તેમણે ઇંગ્લેન્ડની વોટફોર્ડ ગ્રામર સ્કૂલ અને કિંગ્સ કોલેજ લંડન ખાતે અભ્યાસ કર્યો હતો.

26 વર્ષીય સ્મિતા ઠાકે કહે છે કે મને સખત પરિશ્રમ કરવાની પ્રેરણા મારા દાદા-દાદી પાસેથી મળી છે. હું એન્જિનિયરિંગ ટેકનોલોજીના વિકાસમાં મારી કુશળતાનું યોગદાન આપવાની મહત્વાકાંક્ષા ધરાવું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter