બ્રિટિશ ભારતીયો સાથે સંવાદ સાધવા લેબર ઇન્ડિયન્સ ગ્રુપનો પ્રારંભ કરાયો

સુપર પાવર ભારત સાથે બ્રિટનના વ્યૂહાત્મક સંબંધ મહત્વનાઃ ડેવિડ લેમી

Tuesday 05th March 2024 11:25 EST
 
 

લંડનઃ યુકેના મુખ્ય વિરોધપક્ષ લેબર પાર્ટીએ બ્રિટિશ ભારતીયો સાથે સંપર્ક વધારવા અને ભારત સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવા માટે નવા ડાયસ્પોરા ગ્રુપની રચના કરી છે. ગયા સપ્તાહમાં લંડનમાં પાર્લામેન્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત સમારોહમાં પાર્ટીના શેડો ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીએ લેબર ઇન્ડિયન્સ નામના ગ્રુપની જાહેરાત કરી હતી. તેમણે તાજેતરમાં તેમની ભારત મુલાકાત અંગે માહિતી આપતાં જો આગામી ચૂંટણીમાં લેબર પાર્ટી સત્તા પર આવે તો ભારત અને યુકે વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ભારતને સુપર પાવર ગણાવતા લેબર નેતાએ ભારતના વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારત સુપર પાવર ઉદ્યોગ સાહસિકતા, સુપર પાવર સાયન્ટિફિક ઇનોવેશન્સ અને સુપર પાવર વસતી ધરાવતો સુપર પાવર દેશ છે. ભારત સામે હજુ કેટલાંક પડકાર છે પરંતુ મને એ વાતમાં કોઇ શંકા નથી કે આજે વિશ્વમાં ભારત એક સુપર પાવર બની ચૂક્યો છે. ભારતમાં અને બ્રિટનમાં વડાપ્રધાન કોણ છે તેનાથી કોઇ ફેર પડતો નથી.  વ્યૂહાત્મક રીતે ભારત સાથેના સંબંધો મહત્વના છે અને ભારત સાથેના આપણા સંબંધો ઘણા મજબૂત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter