બ્રિટિશ ભારતીયોની હેરાનગતિમાં વધારો

લેસ્ટરમાં રમખાણો બાદ હિન્દુ સમુદાય પ્રત્યે ધિક્કારની લાગણી ચરમ પરઃ ભારતીય સંગઠનો

Tuesday 02nd April 2024 13:03 EDT
 
 

લંડનઃ યુકેમાં સામાજિક સંકલન પર તૈયાર કરાયેલા એક સરકારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પોતાના મંતવ્યો માટે લોકોને બેહદ પરેશાન કરવામાં આવી રહ્યાં છે. બ્રિટનની વૈવિધ્યતાપૂર્ણ લોકશાહી પર જોખમ તોળાઇ રહ્યું છે. લોકોને જે રીતે પરેશાન કરવામાં આવી રહ્યાં છે તેના કારણે વાણી સ્વાતંત્ર્ય પર વિપરિત અસર પડી રહી છે.

સરકારના સલાહકાર ડેમ સારા ખાન દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યુકેમાં રાજકીય નેતાઓ, પત્રકારો, શિક્ષણવિદ્દો, કલાકારો અને જનતાની કટ્ટરવાદીઓ દ્વારા હેરાનગતિમાં વધારો થઇ રહ્યો છે. તેના કારણે ભયાનક ભયનું વાતાવરણ સર્જાયું છે અને જાણે કે સેલ્ફ સેન્સરશિપ લદાઇ ગઇ છે.

રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે શ્વેત લોકોની સરખામણીમાં વંશીય લઘુમતી બ્રિટિશ નાગરિકોને બમણી હેરાનગતિનો સામનો કરવો પડે છે. આંતરધર્મી હેરાનગતિ પણ ટોચ પર પહોંચી છે. સત્તાવાળાઓની નિષ્ફળતા તેમાં સ્પષ્ટ દેખાઇ આવે છે.

પુરાવા દર્શાવે છે કે તાજેતરના વર્ષોમાં બ્રિટિશ ભારતીયોને પરેશાન કરવાની પ્રવૃત્તિમાં વધારો થયો છે. ભારત અને પાકિસ્તાનમાંથી આવીને વસેલા હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચેના તણાવમાં પણ વધારો થયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે લેસ્ટરમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે હિંસક ટકરાવ બાદ 180થી વધુ બ્રિટિશ ભારતીય સંગઠનોએ ચેતવણી આપી હતી કે હિન્દુ સમુદાય પ્રત્યેની ધિક્કારની લાગણી ઓલ ટાઇમ હાઇ સપાટી પર પહોંચી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter