બ્રિટિશ યુનિવર્સિટીઓ સામેના ખટલામાં વિદ્યાર્થીઓનો પ્રારંભિક વિજય

અભ્યાસના નુકસાન પેટે વિદ્યાર્થીઓએ હજારો પાઉન્ડના વળતરની માગ કરી છે

Tuesday 18th July 2023 11:04 EDT
 
 

લંડનઃ કોરોના મહામારી અને લેક્ચરરોની હડતાળ દરમિયાન અભ્યાસને થયેલા નુકસાન માટેના પ્રથમ કાયદાકીય યુદ્ધમાં ભારત સ્થિત 14 ભારતીય વિદ્યાર્થી સહિત યુનિવર્સિટી કોલેજ લંડનના કુલ 924 વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો વિજય થયો છે. સોમવારે હાઇકોર્ટમાં સીનિયર માસ્ટર ફોન્ટેઇન દ્વારા પ્રથમ વિદ્યાર્થી ગ્રુપના દાવા અંગે ચુકાદો અપાયો હતો. વિદ્યાર્થીઓના આ જૂથે કોરોના મહામારી અને લેક્ચરરની હડતાળ દરમિયાન તેમના અભ્યાસને થયેલા નુકસાન પેટે હજારો પાઉન્ડના વળતરની માગ કરી છે.

ફોન્ટેઇન આઠ મહિના માટે કાર્યવાહી પર સ્ટે આપવા સંમત થયા તા પરંતુ દાવેદાર વિદ્યાર્થીઓ ઓલ્ટરનેટિવ ડિસ્પુયટ રિઝોલ્યુશનની કાર્યવાહીમાં જોડાય તે માટેનો ફરજિયાત આદેશ આપ્યો નહોતો. તેમણે સ્ટે આપ્યો હતો જેથી બંને તરફના પક્ષકારો વચ્ચે સમાધાનની વાટાઘાટો થઇ શકે. જો સમાધાનની વાટાઘાટોમાં કોઇ પ્રગતિ ન થાય તો વિદ્યાર્થીઓ અદાલત સમક્ષ સ્ટેની મુદત ટૂંકાવી દેવાની માગ કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter