બ્રિટિશ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની ભારતીયોની અરજીઓમાં 4 ટકાનો ઘટાડો

કુલ અરજીઓમાં 0.7 ટકાનો વધારો, ચીની વિદ્યાર્થીઓની અરજી 3 ટકા વધી

Tuesday 20th February 2024 12:13 EST
 
 

લંડનઃ બ્રિટનની યુનિવર્સિટી એન્ડ કોલેજ એડમિશન સર્વિસ દ્વારા તાજેતરમાં જારી કરાયેલા આંકડા અનુસાર બ્રિટનમાં ઇમિગ્રેશન કાયદાઓમાં બદલાવને પગલે બ્રિટિશ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેની સામે કુલ આંતરરાષ્ટ્રીય અરજીઓમાં 0.7 ટકાનો વધારો નોંધાયો છે. ચીનના વિદ્યાર્થીઓ દ્વારા કરાતી અરજીઓમાં 3 ટકાનો વધારો થયો છે. ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓમાં ઘટાડા માટે સુનાક સરકાર દ્વારા ગ્રેજયુએટ રાઉટ વિઝાની હાલ ચાલી રહેલી સમીક્ષાને પણ જવાબદાર માનવામાં આવી રહી છે.

બ્રિટિશ સરકાર ઇટરનેશનલ સ્ટુડન્ટ્સ માટેની તેની શિક્ષણ નીતિમાં જે રીતે સુધારા કરી રહી છે તેના કારણે વિદ્યાર્થીઓ બ્રિટિશ યુનિવર્સિટીઓથી દૂર થઇ રહ્યાં છે. તે ઉપરાંત સરકાર દ્વારા અપાતી શિષ્યવૃત્તિઓ પર પોતાના આશ્રિતોને યુકેમાં લાવવા પર લદાયેલા નિયંત્રણો પણ વિદ્યાર્થીઓને યુકેથી દૂર કરી રહ્યાં છે.

ઇન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન એસોસિએશનના અમિત તિવારી કહે છે કે ભારતના વિદ્યાર્થીઓ એમ માની રહ્યાં છે કે બ્રિટન તેમને માઇગ્રન્ટ તરીકે સ્વીકારવા તૈયાર નથી. કોઇ બ્રિટિશ વિદ્યાર્થી અમેરિકા અભ્યાસ માટે જાય છે ત્યારે તેને માઇગ્રન્ટ નહીં પરંતુ વિદ્યાર્થી ગણવામાં આવે છે પરંતુ બ્રિટનમાં આવતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને માઇગ્રન્ટ ગણાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter