બ્રિટિશ રેસ્ટોરન્ટ એવોર્ડની રેસમાં લેસ્ટરના 10 રેસ્ટોરન્ટ સામેલ

Tuesday 13th August 2024 11:51 EDT
 

લંડનઃ વર્ષ 2024ના શ્રેષ્ઠ બ્રિટિશ રેસ્ટોરન્ટ એવોર્ડ માટે લેસ્ટરની 10 રેસ્ટોરન્ટને નોમિનેટ કરાયાં છે. જે દર્શાવે છે કે લેસ્ટરમાં કેટલી વિવિધતાસભર વાનગીઓ ઉપલબ્ધ છે. આરતી સ્વીટ્સ, ઇસ્ટર્ન સ્પાઇસ, પોચર્સ બ્રેસરી, ધ ગ્લોબ-પબ એન્ડ કીચનનો આ યાદીમાં સમાવેશ થાય છે. વાગામામા નાન્ડોઝ અને ઝિઝ્ઝીને બેસ્ટ રેસ્ટોરન્ટ ચેઇન કેટેગરીમાં નોમિનેટ કરાયાં છે. 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશેલો આ એવોર્ડ શ્રેષ્ઠ વાનગીઓ પીરસવા માટે આપવામાં આવે છે. તેમની પસંદગી જનતાના મત દ્વારા કરાય છે.

શોર્ટ લિસ્ટ કરાયેલા લેસ્ટરના રેસ્ટોરન્ટ

  • આરતી સ્વીટ સેન્ટર, ઇવિંગટન
  • ઇસ્ટર્ન સ્પાઇસ, લેસ્ટર સિટી સેન્ટર
  • પોચર્સ બ્રેસરી, થર્લાસ્ટન
  • ધ ગ્લોબ-પબ એન્ડ કીચન, લેસ્ટર સિટી સેન્ટર
  • ધ લાઇમ ટ્રી ઇન, વ્હેસ્ટન
  • હર્બ, લેસ્ટર સિટી સેન્ટર
  • કાયલ, લેસ્ટર સિટી સેન્ટર
  • મર્ચન્ટ ઓફ વેનિસ, લેસ્ટર સિટી સેન્ટર
  • ટર્ટલ બે લેસ્ટર, લેસ્ટર સિટી સેન્ટર
  • સેફાયર કીચન એન્ડ બાર, લેસ્ટર સિટી સેન્ટર

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter