બ્રિટિશ વિદ્યાર્થીઓની સરખામણીમાં વિદેશી વિદ્યાર્થીઓને ઓછા ગ્રેડ અપાય છે

Tuesday 07th November 2023 12:48 EST
 
 

લંડનઃ યુકેની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા યુરોપિયન સંઘ સિવાયના દેશોના વિદ્યાર્થીઓને તેમના બ્રિટિશ સમકક્ષો કરતાં ઊંચા ગ્રેડ મળવાની સંભાવના ઘણી ઓછી હોય છે. આંકડાઓને જોતાં એવા સવાલો ઊભા થઇ રહ્યાં છે કે શિક્ષણ સંસ્થાઓ શિક્ષણની ગુણવત્તાને બદલે આર્થિક હિતોને વધુ મહત્વ આપી રહી છે.

2021-22માં ફક્ત 20 ટકા બ્રિટિશ વિદ્યાર્થીઓને લોઅર સેકન્ડ(2.2) અથવા તો થર્ડ ક્લાસ ડિગ્રી અપાઇ હતી જેની સામે અન્ય દેશોના 28 ટકા વિદ્યાર્થીઓને આ ગ્રેડ અપાયો હતો. તાજેતરમાં લોર્ડ જો જ્હોન્સને ચેતવણી આપી હતી કે વિદેશી વિદ્યાર્થીઓ રાજકીય મર્યાદાની બહાર વધી રહ્યાં છે, ઘણા અધવચ્ચે જ અભ્યાસ છોડી દે છે અથવા તો તેમની પાસે યોગ્ય પીઠબળ હોતું નથી. આ પ્રકારના નબળા અરજકર્તાઓને તાત્કાલિક દૂર કરવા જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter