બ્રિટિશ સંયુક્ત પરિવારોમાં વૃદ્ધિ

Wednesday 16th November 2016 06:05 EST
 
 

લંડનઃ વૃદ્ધ માતાપિતા સાથે સંયુક્ત પરિવારમાં રહેવાની એશિયન જીવનપદ્ધતિ ધીરે ધીરે બ્રિટિશ જીવનવ્યવસ્થાનો પણ હિસ્સો બની રહી છે. યુવાન બ્રિટિશ દંપતીઓ તેમના પેરન્ટ્સ સાથે એક છત નીચે રહેવા જઈ રહ્યાં છે. દેશમાં હાઉસિંગની અછત અને વધતાં ભાવના કારણે પારિવારિક સિસ્ટમની વ્યાખ્યા બદલાઈ રહી છે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના વિશ્લેષણ અનુસાર ૨૦૦૬માં આ ‘મલ્ટિ-ફેમિલી’ પરિવારની સંખ્યા ૧૯૪,૦૦૦ હતી તેમાં આ વર્ષ સુધીના દસકામાં ૬૬ ટકાની ભારે વૃદ્ધિ સાથે સંખ્યા ૩૨૩,૦૦૦ થઈ છે. બીજી તરફ, યુગલો સિંગલ પાર્ટનર્સ અથવા સિવિલ પાર્ટનર્સ તરીકે સાથે રહેવાનું પસંદ કરી રહ્યા છે અને આ રીતે સાથે રહેનારાની સંખ્યા ગત બે દાયકામાં બમણી થઈ છે. બાળકોનો ઉછેર કરતા પરિણીત દંપતીઓની સંખ્યા ૫.૨ મિલિયનથી ઘટીને ૪.૮ મિલિયન થઈ છે, જ્યારે આ જ સમયગાળામાં એક સંતાન ધરાવતા પરિવારની સંખ્યા ૪૨ ટકાથી વધીને ૪૫ ટકા થઈ છે.

લોઈડ્સ બેન્ક દ્વારા એક અભ્યાસ અનુસાર ગત બે વર્ષમાં ઊંચી કિંમતો ધરાવતા મકાનોની કિંમતમાં આશરે સાત ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ જ સમયગાળામાં નીચલા સેગમેન્ટમાં મકાનોના વેચાણમાં નોંધપાત્ર હલચલ જોવા મળી હતી, જેના પરિણામે, યુવા ખરીદારોને પ્રોપર્ટી સીડી પર આગળ વધવામાં મદદ મળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter