બ્રિટિશ સેનામાં 100 વર્ષમાં પહેલીવાર શિખ ડેઇલી પ્રેયર બુક અપાશે

Wednesday 16th November 2022 04:40 EST
 
 

લંડન

બ્રિટિશ સશસ્ત્રદળોમાં છેલ્લા 100 વર્ષમાં પહેલીવાર શિખ જવાનોને ડેઇલી પ્રેયર બુક્સ આપવામાં આવી છે. બ્રિટિશ સેનાના મેજર દલજિન્દરસિંહ વિરડી છેલ્લા બે વર્ષથી આ માગ સાથે અભિયાન ચલાવી રહ્યા હતા. લંડન ખાતે આયોજિત એક સમારોહમાં યુકે ડિફેન્સ શિખ નેટવર્ક દ્વારા નિતનેમ ગુટકા તરીકે ઓળખાતી પ્રેયર બુક જારી કરાઇ હતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, તે શિખ ધર્મના પાલનમાં સીધો સહકાર આપવાની આશા રાખે છે. સૈનિક જીવનની હાડમારીમાં ટકી શકે તેવા વોટરપ્રુફ મટિરિયલમાંથી 3 ભાષામાં આ નિતનેમ ગુટકા તૈયાર કરાઇ છે. સેના, નેવી અને એરફોર્સ માટેના ગુટકાનો રંગ અલગ રાખવામાં આવ્યો છે. મેજર વિરડીએ જણાવ્યું હતું કે હું દિવસમાં નિતનેમ ગુટકાનો ઉપયોગ 3 વાર કરું છું. સેનામાં ઘણા વર્ષોથી ખ્રિસ્તી ધાર્મિક પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેથી મને લાગ્યું કે શિખ ધર્મના પુસ્તકો ઉપલબ્ધ કરવાની આ સારી તક છે. શિખ પ્રેયર બુક ઉપલબ્ધ કરાવવા માટે મેજર વિરડી સંરક્ષણ મંત્રાલયમાં છેલ્લા બે વર્ષથી રજૂઆત કરી રહ્યાં હતાં. 100 વર્ષ પહેલાં શિખ સૈનિકોને બ્રિટિશ સેનામાં નિતનેમ ગુટકા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter