લંડનઃ બ્રિટિશ હાઈ કમિશને ભારતમાં સત્તાવાર રીતે હિન્દી ભાષામાં તેના ફેસબુક પેજને ૨૦ મેએ લોન્ચ કર્યું હતું. ભારતની યુવા પેઢી સાથે વધુ અસરકારક કોમ્યુનિકેશન, તેમના મત જાણવા તેમજ યુકે શુ ઓફર કરી શકે છે તેની જાણકારી આપવા માટે આ પેજ લોન્ચ કરાયું છે.
પ્રેસ એન્ડ કોમ્યુનિકેશન્સ, ઈન્ડિયાના ડિરેક્ટર સ્ટુઅર્ટ એડમે જણાવ્યું હતું કે, દર મહિને લાખો ભારતીય ઓનલાઈન થતા રહે છે ત્યારે બ્રિટન તેમની સાથે સારી રીતે જોડાય તેમ અમે ઈચ્છીએ છીએ. પોતાની ભાષામાં વિવિધ માહિતી ઈચ્છતા ભારતીયોને હિન્દીમાં ફેસબુક પેજની નવી વિન્ડો પ્રાપ્ત થશે. હિન્દી ફેસબુક પેજમાં યુકેની ભારત સાથે ભાગીદારીને સાંકળતા વિષયો નિયમિતપણે અપડેટ કરાશે. બ્રિટિશ હાઈ કમિશને ૨૦૧૦માં હિન્દીમાં વેબસાઈટ પણ શરૂ કરી હતી, જેમાં બિઝનેસ, વિઝા, યુકેમાં અભ્યાસ, રજાઓ ગાળવા સહિત અનેક માહિતી અપાય છે. https:// www.facebook.com/ BHCIndiaHindi/ પરથી વધુ માહિતી મેળવી શકાશે.

