બ્રિટિશરો માટે ઘર એ જ ઓફિસ

Wednesday 18th May 2022 07:11 EDT
 
 

લંડનઃ બ્રિટિશરોને વર્ક ફ્રોમ હોમ સદી ગયું છે. વિશ્વમાં કામ કરવા માટે ઓફિસે પરત ફરવાનો ઈનકાર કરવામાં બ્રિટિશરો સૌથી આગળ છે. બ્રિટિશરોના સરકારી વિભાગોના અધિકારીઓને પણ ઓફિસે કામ પર આવવું ગમતું નથી, તેઓ ઘરેથી જ કામ કરવા માંગે છે.

નવા આંકડા દર્શાવે છે કે કોરોના પછી પૂર્વવત્ થયેલી સ્થિતિમાં વિશ્વમાં કેટલાય દેશોના કર્મચારીઓ નોકરી પર પરત ફરવા માંગતા નથી, વર્ક ફ્રોમ હોમ કરવા ઈચ્છે છે તેમાં યુકે સૌથી ટોપ પર છે. તેઓ ફાઈવ-ડેઝ વીકવાળી ઓફિસે આવવાના બદલે નવી નોકરી કરવાનું પસંદ કરશે, જે તેમને વર્ક ફ્રોમ હોમની સગવડ પૂરી પાડતી હોય.

રિમોટ અને ઈન-હાઉસ સ્ટાફના મિશ્રણની માંગ કરનારાઓમાં મહિલાઓ આગળ છે. મહિલાઓમાં 52 ટકાએ જણાવ્યું હતું કે તેઓએ ફ્લેક્સિબિલિટીના લીધે નોકરી છોડી દીધી છે. અથવા તો છોડવાની તૈયારીમાં છે.

બ્રિટનના સૌથી મોટા મોબાઈલ રિટેલરે ચેતવણી આપી હતી કે વર્ક ફ્રોમ હોમનું કલ્ચર બ્રિટિશ અર્થતંત્ર માટે વિનાશક નીવડી શકે છે. ફોન્સ 4 યુના સ્થાપક જોન ક્લાઉડવેલ બ્રિટિશ કારોબારો પર રિમોટ વર્કિંગ કલ્ચર અંગે ચેતવણી આપનારા ઉદ્યોગસાહસિકોની યાદીમાં જોડાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter