બ્રિસ્ટલમાં મહિલા પર બળાત્કાર માટે ભારતીય યુવક નીતેશને 6 વર્ષની કેદ

અન્ય બે શંકાસ્પદોની શોધમાં બ્રિટિશ પોલીસ

Tuesday 23rd June 2026 10:16 EDT
 
 

લંડનઃ બ્રિસ્ટલમાં એક મહિલા પર બળાત્કાર ગુજારવાનો ગુનો કબૂલ કર્યા બાદ એક ભારતીય નાગરિકને છ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. બીજી તરફ આ જ ઘટનામાં આરોપી એવા અન્ય બે શંકાસ્પદ શખ્સો બ્રિટન છોડીને ફરાર થઈ ગયા હોવાથી પોલીસ તેમને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. 20 વર્ષીય નીતેશ નીતેશે ગત 29 માર્ચના રોજ વહેલી સવારે એસેમ્બલી રૂમ્સ લેન ખાતે 30 વર્ષીય મહિલા પર હુમલો કરી બળાત્કાર ગુજાર્યો હોવાની કબૂલાત અદાલતમાં કરી હતી.

તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચાર શંકાસ્પદ પુરુષોની તસવીરો જાહેર કરી હતી, જેના આધારે નીતેશની ઓળખ થઈ શકી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS) દ્વારા આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય બે પુરુષો સામે પણ આરોપો ઘડાયાં છે. જોકે પોલીસના જણાવ્યા અનુસાર આ બંને શંકાસ્પદો યુકે છોડીને ભાગી ગયા હોવાની પ્રબળ આશંકા છે અને તેમને શોધી કાઢવા આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ ચાલી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter